દેશની રાજધાની સહિત અનેક રાજ્યોમાં જ્યાં નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યાં જ જામિયામિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીની બહાર એક અનોખી ઘટના જોવા મળી હતી વિરોધ પ્રદર્શનની વચ્ચે જ નમાજ અદા કરવાનો સમય થતાં જ કેટલાક વિદ્યાર્થીઓ અને મુસ્લિમ સમૂદાયના લોકો શાંતિથી નમાજ અદા કરી શકે તે માટે ત્યાં હાજર અન્ય ધર્મના લોકોએ માનવસાંકળ રચીને સુરક્ષા વ્યવસ્થા કરી હતી આ માનવસાંકળ રચવાના કારણે નમાજીઓ કોઈ પણ જાતની ખલેલ વગર બંદગી કરી શક્યા હતા સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થતાં જ અનેક યૂઝર્સે પણ આવો સહયોગ કરવા બદલ અન્ય ધર્મનો લોકોના વખાણ કર્યા હતા સાથે જ દિલ્હીના અનેક વિસ્તારોમાં પોલીસે જ જે રીતે પ્રદર્શનકારીઓ માટે પાણી અને અન્ય વ્યવસ્થા કરી હતી તેના પણ ફોટોઝ વાઈરલ થવા લાગ્યા હતા