સુરતઃકામરેજમાં હાઇ વે પર વારંવાર થઈ રહેલા અકસ્માતોને લઈને લોકોએ તંત્રની ઊંઘ ઉડાડવા માટે ઘંટ વગાડી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ક્લેક્ટર કચેરીએ ઘંટ લઈને પહોંચેલા લોકેઓ મોરચો કાઢીને આવેદનપત્ર આપ્યું હતું સાથે 28 જુલાઈ રવિવાર સુધીમાં અકસ્માત માટે જવાબદાર ખરાબ રસ્તા અને લાઈટીંગની વ્યવસ્થા નહીં થાય તો ચક્કાજામની સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી