પાલનપુર/ થરાદ: પાક અને રાજસ્થાન તરફથી ઘૂસેલા કરોડો તીડ છેલ્લા બે સપ્તાહથી બનાસકાંઠાને ઘમરોળ્યું છે બુધવારે 100થી વધુ ગામોમાં તીડનો આતંક જોવા મળ્યો હતો અને 6 હજાર હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં પાકનો સફાયો બોલાવી દીધો છે ત્યારે બનાસકાંઠામાં ઉડતી આફતના વધી રહેલા આક્રમણને લઇ ખેડૂતો સાથે સરકાર પણ હચમચી ગઇ છે મંગળવારે રાજસ્થાનમાંથી આવેલા વિનાશકારી તીડના ઝૂંડે બુધવારે થરાદ તાલુકાના 7 ગામોમાં ખેતી પાકમાં સંપૂર્ણ સફાયો બોલાવી દીધો હતો જેમાં રડકા ગામમાં સૌથી વધુ તીડ ત્રાટક્યા છે તેથી થરાદમાં કેમ્પ ઊભો કરી દવા છંટકાવ કરવા અત્યાધુનિક વાહનો તૈનાત કરાયા છે મુંબઈથી દવાનો વધુ જથ્થો મંગાવાયો છે મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તીડના વધતા આક્રમણને લઇ પાલનપુર કલેક્ટર કચેરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહી છે