અમદાવાદ: અમદાવાદમાં શુક્રવારે ગાહેડ-ક્રેડાઈના પ્રોપર્ટી શૉનું ઉદ્ધાટન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધનમાં સરકારના કામની વાત તો કરી જ સાથે ‘જે થવું હોય એ થાય’ એમ કહીને લડાયક મિજાજનો પરચો આપ્યો હતો વાંચો રૂપાણીનું સંબોધન તેમના જ શબ્દોમાં મને બરોબર યાદ છે કે મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં કીંધુ હતું કે હું વન-ડે રમવા નથી આવ્યો20-20 રમવા આવ્યો છું 20-20 નો મતલબ અડધી પીચે જ રમવું પડે પછી ક્રીઝની ચિંતા કરીએ તો ડિફેન્સીવ રમવું પડે તમારે ફાસ્ટ રમવુ હોય તો પછી ક્રીઝની ચિંતાની જરૂર નથી અને તેની ચિંતા પણ હું કરતો નથી, લોકોના કામ માટે અડધી પીચે રમવું છે બાકી ક્રીઝની ચિંતા જનતા કરશે આજે આમુલ પરિવર્તનની જરૂર છે અનિર્ણાયકતા વિકાસને રુંધે છે હમણાં સુરતની જમીનની 1986થી અત્યાર સુધીની સમસ્યા ઉકેલી નાખી