અરવલ્લી: શામળાજી બસ સ્ટેશન પાસે રાજસ્થાન તરફથી આવી રહેલા પાવડરના કટકા ભરેલી ટ્રેલરના ચાલકે અગમ્ય કારણોસર કાબુ ગુમાવતાં ગલ્લાઓ પર ફરી વળતાં બાળક અને યુવકનું કમકમાટી ભર્યું મોત થયું હતું અકસ્માતમાં બસ સ્ટેશન બહાર રહેલ સાતથી આઠ ગલ્લાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જો કે 4 મોતની આશંકા સેવાઇ રહી છે બનાવના પગલે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠતાં લોકોએ 8 કિમી ટ્રાફિકજામ કર્યો હતો જેમાં પોલીસે ટ્રકચાલક અને ક્લીનરની અટકાયત કરી હતી પોલીસના જણાવ્યા મુજબ બંને જણ દારૂ પીધેલી હાલતમાં હતા લગભગ 1000 લોકોએ હાઈવે પર બેસી ટ્રાફિકજામ કર્યો હતો કલેકટરની બોલાવવાની માંગ સાથે અત્યારે રોડ પર બેસી રહ્યા હતા