વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગમવાડી મઠમાં ઉપસ્થિત સંતોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત અને સંસ્કૃતિની સંગમ સ્થળીમાં તમારી વચ્ચે આવવું તે મારા માટે સૌભાગ્યનો વિષય છે બાબા વિશ્વનાથના સાનિધ્યમાં, મા ગંગાના આંચળમાં, સંતવાણીના સાક્ષી બનવાની તક ભાગ્યે જ મળે છે આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આશરે છ કલાકનો તેમનો પ્રવાસ સવારે 1025 વાગે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી શરૂ થયો હતો, અહીં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતુ