જીતેન્દ્ર પંડ્યા, વડોદરા: બે કર્મચારી સહિત છ વ્યક્તિઓનો ભોગ લેનાર પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલી એમ્સ કંપનીમાં હાઇડ્રોજન રિફિલિંગ કરવાની સત્તા ન હોવા છતાં, સંચાલકો દ્વારા ગેરકાયદેસર સિલિન્ડરોમાં હાઇડ્રોજન રિફિલિંગ કરવામાં આવતું હતું ઉત્તરાયણ પર્વ પર બલૂનો માટે વપરાશમાં આવતા હાઇડ્રોજન સિલિન્ડરો રિફિલ કરવાની કામગીરી દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે એમ્સ ઓક્સિજન કંપનીમાં થયેલા બ્લાસ્ટ અંગેની તપાસ કરી રહેલા પાદરા પોલીસ મથકના પીઆઇ એસએ કરમુરે જણાવ્યું હતું કે, એમ્સ ઓક્સિજન કંપનીને માત્ર 100 હાઇડ્રોજન સિલિન્ડર સ્ટોરેજ રાખવાની પરવાનગી છે પરંતુ, કંપની પાસે સિલિન્ડર રિફિલિંગ કરવાની કોઇ પરવાનગી નથી આમ છતાં, કંપની સત્તાવાળાઓ દ્વારા કંપનીમાં ગેરકાયદેસર રીતે હાઇડ્રોજન સિલિન્ડર રિફિલિંગ કરવામાં આવતું હતું તા11 જાન્યુઆરીના રોજ ઘટના બની ત્યારે પણ હાઇડ્રોજન સિલિન્ડર રિફિલિંગ કરવામાં આવતું હતું તે સમયે હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ થતાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને તેમાં કંપનીના બે કર્મચારી સહિત છ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા અને કંપનીના બે કર્મચારી સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે