બોલીવુડની અભિનેત્રી શબાના આઝમીની કારનો અકસ્માત થયો છે, જેમાં તેમને ઈજા પહોંચી છે આ અકસ્માત બોમ્બે પુણે એક્સપ્રેસ વે પર સર્જાયો છે મળતી માહિતી પ્રમાણે તેમની કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેને પગલે તેમને ઈજા પહોંચી છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અકસ્માતમાં તેમને ઘણી ઈજા પહોંચી છે પોલીસે આપેલી માહિતી પ્રમાણે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી, જેને લીધે આ અકસ્માત સર્જાયો હતો આ ઘટના અંગે પોલીસ રાયગઢ પોલીસ અધિકારી અનિલ પારાસ્કરે જણાવ્યું હતું કે દુર્ઘટના મુંબઈથી 60 કિમી દૂર ખાલાપુર નજીક સર્જાઈ હતી શબાનાને મુંબઈની MGM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે