સુરતઃ પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં આજે(મંગળવાર) સવારે બીજા માળે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો હાલ કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી જોકે, ડાઈંગ મિલમાં મોટા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે