સુરતના લિંબાયતમાં મહિલાઓ દ્વારા NRC અને CAAના વિરોધમાં ધરણાં

DivyaBhaskar 2020-01-28

Views 330

સુરતઃ દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યા છે 15 ડિસેમ્બરથી મહિલાઓ ધરણાં કરી રહી છે ત્યારે સુરત શહેરમાં પણ મહિલાઓ અનિશ્ચિતકાલીન સમય માટે વિરોધ પ્રદર્શન સાથે ધરણાં પર ઉતરી ગયા છે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતે મેદાનમાં મહિલાઓ દિલ્હીની જેમ સુરત શહેરમાં પણ સીએએ અને એનઆરસીના વિરોધમાં અનિશ્ચિતકાલીન માટે ધરણાં પર ઉતરી ગયા છે ઘરણાં સાથે માંગણી કરવામાં આવી રહી છે કે, કેન્દ્ર સરકાર કેવી રીતે સીએએ કાયદો લાવી છે તે સંવિધાન વિરુદ્ધ કાયદો છે જેને સરકાર પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS