રાજપીપળાઃભાજપના વધુ એક નેતાની ભાજપ અને અધિકારીઓ સામેની નારાજગી સામે આવી છે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ