પાર્કિંગ મામલે અમદાવાદના વાહનચાલકનો વીડિયો વાઈરલ

DivyaBhaskar 2020-02-05

Views 17.1K

અમદાવાદ: શહેરમાં એક તરફ પાર્કિંગને લઈ સમસ્યાઓ વધી રહી છે વાહનચાલકો બેફામ રીતે રોડ પર વાહનો પાર્ક કરી અને જતાં રહે છે જેથી ટ્રાફિકને અડચણરૂપ બને છે જયારે પોલીસ અને કોર્પોરેશન તંત્ર આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરે છે ત્યારે તેઓ તેમની સામે બોલાચાલી પર ઉતરી આવે છે અમદાવાદમાં પાર્કિંગ મામલેવાહનચાલક પોલીસ કર્મચારી અને કોર્પોરેશનના કર્મચારીઓસામે બાંયો ચડાવી દંડ નહિ જ ભરુ તેવો વિડીયો વાઇરલ થયો છે વીડિયોમાં વાહનચાલક ' તમારે મને બધાની વચ્ચે મારવો હોય તો મારી લો પણ દંડ નહી આપુ' મોદી જેવા કરોડોનું ફુલેકુ કરી ભાગી ગયા તેમની પાસે જઇ દંડ વસૂલ કરો તેવું જણાવી રહ્યો છે પોલીસ કર્મચારીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ તેને દંડ ભરવા સમજાવી રહ્યા છે છતાં અમદાવાદી વાહનચાલક સમજી નથી રહ્યો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS