ગાંધીનગરઃગુડા(GUDA) દ્વારા ચાલી રહેલીગટરની કામગીરી દરમિયાન કોબા પાસે ભેખડ ધસી પડતા 5 મજૂરો દટાયા હતા જો કે 5માંથી ચાર મજૂરને તુરંત જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ એક મજૂરનો પગ ફસાઈ જતા તેને અડધી કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો હતો આ મજૂરોમાં ભરતભાઇ માજી રાણા (18 ઉવ), રાજુભાઇ મેડા (20 ઉવ), બહાદુર બાડીયા (21 ઉવ), પુનિયાભાઇ મેઠા (20 ઉવ), મુકેશભાઇ (20 ઉવ)નો સમાવેશ થાય છે હાલ તમામ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે