ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા ઓટો એક્સ્પો 2020માં ઇલેક્ટ્રિક વાહનો ખૂબ જોવા મળી રહ્યાં છે લક્ઝરી કારની વાત હોય કે પછી સ્કૂટર કે બાઇકની વાત હોય લગભગ તમામ વાહનોનું ઇલેક્ટ્રિક મોડેલ જોવા મળી રહ્યું છે આ કંપનીઓમાં એક નામ હરિયાણાના વિલાસપુરની કંપથી ઇવોલેટનું પણ છે ઇવોલેટે ‘ધન્નો’ નામની કમર્શિયલ ઇ-બાઇક રજૂ કરી છે, જે એક્સ્પોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે
ઇવોલેટના MD અને CEO પ્રેરણા ચતુર્વેદીએ કહ્યું કે, ‘અમે વાર્ષિક 1 લાખ ઇ-સ્કૂટર્સ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ સિવાય, અમે પેસેન્જર અને કાર્ગો ટ્રાન્સપોર્ટેશનમાં ઇ-થ્રી વ્હીલર્સ મારફતે કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં પણ આવી રહ્યા છીએ આ યોજનાઓ સાથે અમે આવતા વર્ષના અંત સુધીમાં 1000 કરોડ રૂપિયાના ટર્નઓવરની અપેક્ષા રાખીએ છીએ’