વર્લ્ડ કપ ફાઇનલ જીત્યા પછી બાંગ્લાદેશની અંડર-19 ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ સાથે ગેરવર્તન કર્યું હતું આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે મેચ પછી બાંગ્લાદેશના કેપ્ટન ઇકબાલ અલીએ આ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો તેણે કહ્યું કે, ખેલાડીઓ ભાવુક હતા અને જે થયું તે થવું જોઈતું ન હતું બાંગ્લાદેશે ફાઇનલમાં ભારતને 3 વિકેટે હરાવીને પહેલીવાર ટાઇટલ જીત્યું હતું