ગોંડલ: ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રિબડાના અનિરુધ્ધસિંહ જાડેજા સામે RTI કરનાર નાગડકાં ગામના રાજેશ ઉર્ફે રાજુ સખિયા પર ગોંડલની જૂની કોર્ટ પાસે બુધવારે ચાર શખ્સોએ હુમલો કરી પગ અને હાથમાં ફ્રેક્ચર કરી નખાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે રાજુ સખિયા કોઈ વ્યક્તિ સાથે બેફામ ગાળાગાળી કરતાં હોવાની ઓડિયો ક્લિપ થોડા દિવસ પહેલા જ બજારમાં ફરતી થઈ હતી દરમિયાન બુધવારે સાંજે રાજુભાઈ તેમના મિત્રો સાથે ગોંડલની જૂની કોર્ટ પાસે ઊભા હતા ત્યારે જયપાલભાઈ (વડિયા), કરણીસેનાના યશપાલસિંહ સહિત ચાર શખ્સો સ્કોર્પિયોમાં ધસી આવ્યા હતા અને ‘તું જયરાજસિંહ અને અનિરૂધ્ધસિંહ સામે RTI કેમ કરે છે?’ તેમ કહી ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી ભાગી છૂટ્યા હતા ગોંડલ પોલીસે રાજુ સખિયાની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે