વડોદરા: વડોદરા શહેર નજીક શેરખી ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક ઉપર સવાર 3 યુવાનો કેનાલમાં ખાબક્યા છે જે પૈકી એક યુવાનને સ્થાનિક લોકોએ બચાવી લીધો છે જ્યારે બે યુવાનો લાપતા છે વડોદરા ફાયર બ્રિગેડના 9 લાશ્કરો દ્વારા બે યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કોસિન્દ્રા ગામાના ત્રણ યુવાને આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ કોસિન્દ્રાથી વડોદરા નોકરી પર આવવા માટે નીકળ્યા હતા, તેઓ જ્યારે શેરખી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે પહોંચ્યા, ત્યારે બાઇક ચાલકે સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્રણેય યુવાનો બાઇક સાથે નર્મદા કેનાલમાં ખાબક્યા હતા જોકે આસપાસના લોકોએ આ દ્રશ્ય જોતા જ એક યુવાનને કેનાલમાંથી બચાવીને બહાર કાઢ્યો હતો જોકે બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા જેથી સ્થાનિક લોકોએ તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે 2 યુવાનોની શોધખોળ શરૂ કરી હતી