ઈરાકના પાટનગર બગદાદમાં આવેલા ગ્રીન ઝોનમાં સોમવારે વહેલી સવારે બે રોકેટ છોડીને હુમલો કરવામાં આવ્યો છે તેમાંથી એક રોકેટ અમેરિકન એમ્બેસી પાસે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું જોકે હુમલામાં કોઈનો જીવ ગયો હોવાની માહિતી મળી નથી ઈરાકમાં ઓક્ટોબર પછીથી અમેરિકાના ઠેકાણાઓ પર કરવામાં આવેલો આ 20મો હુમલો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે , કત્યૂષા રોકેટ ઉચ્ચ સુરક્ષાવાળા ગ્રીન ઝોનમાં ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અહીં સરકારી ઈમારતો અને ઘણાં દેશોની એમ્બેસી આવેલી છે