સુરતમાં CAAના સમર્થનમાં અને શાહીનબાગ ખાલી કરાવવા ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું

DivyaBhaskar 2020-03-05

Views 549

સુરતઃરાષ્ટ્રવાદી યુવા વાહિની દ્વારા CAAના સમર્થનમાં અને શાહીનબાગ ખાલી કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ક્લેક્ટર કચેરીએ નારેબાજી કરતાં લોકોએ જણાવ્યું હતું કે, જવાનો પર સીએએના નામે હુમલા કરી મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યાં છે ત્યારે આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા અપાવવી જોઈએ સાથે જ શાહીનબાગમાં ગેર માંગણીઓ કરનારને ત્યાંથી હટાવીને શાંતિ સ્થાપવી જોઈએ

સરકારી મિલકતોને નુકસાન કરનાર પર કાર્યવાહી કરો

યુવા વાહિનીના કાર્યકરોએ જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો દ્વારા દેશની અંદર સુરક્ષા કરનારા પોલીસ સુરક્ષા કર્મીઓ પર જીવલેણ હુમલા કરનારા અને દેશના લોકોની મિલકતોને નુકસાન કરનારા અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએદેશની મિલકતોને નુકસાન કરનારા પાસેથી જ તેની ભરપાઇ કરવા માટે રાષ્ટ્રપતિને કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS