વડોદરાઃ સાવલી તાલુકાના પોઇચા ગામ પાસે આવેલી લેકટોસ ઇન્ડીયા પ્રાલિ દ્વારા મહીસાગર નદીમાં છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી બંધ કરાવવા પર્યાવરણવાદીઓએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું પર્યાવરણવાદીઓએ ભ્રષ્ટ તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા ન હોવાનો આક્ષેપ કર્યો છે આ કેમિકલયુક્ત પાણી વડોદરા કોર્પોરેશનના પોઇચા સ્થિત ફ્રેન્ચવેલમાં એકઠું થાય છે જે પાણી વડોદરા શહેરના અને પોઇચા સહિત આસપાસના ગામના લોકો પીવે છે