મહેસાણાની દૂધ સાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પૂર્વે ડેરી સંકુલની બહાર વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો સામસામે આવી ગયા હતા. સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ સર્જાતા ડેરીના પૂર્વ ચેરમેન મોઘજી દેસાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મોઘજી દેસાઈ પર 4 વ્યક્તિઓ તૂટી પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.