મહેસાણામાં માલગાડી પલટવાની ઘટના સામે આવી છે. વિરમગામથી માલ લઈને જઈ રહેલ માલગાડીને મહેસાણા રેલવે સ્ટેશન પર અકસ્માત નડ્યો હતો. અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી માલગાડીનો ડબો ખડી પડતાં આ ટ્રેક પર આવન જાવન કરતી ટ્રેનોને રોકવામાં આવી હતી. અમદાવાદ, દિલ્હી, મહેસાણા અને વિરમગામ રેલ વ્યવહોરને અસર થઈ હતી.