ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાના પ્રારંભને પગલે ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની મીટિંગ યોજાઈ હતી, જેમાં આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૃચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.