મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરના સહાયકો મંગળવારે પાર્ટી સામે બળવો કરનાર એકનાથ શિંદેને સુરતમાં મળ્યા હતા. તેમની વચ્ચે બેઠક આશરે બે કલાક ચાલી હતી, જોકે એકનાથ શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.