મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સોમવારે વિશ્વાસ મત જીતી લીધો. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે રાજ્યપાલના આદેશ અનુસાર શિંદેનો ફ્લોર ટેસ્ટ કરાવવાનો હતો. આ દરમિયાન તેઓ જીતી ગયા છે.. તેમની તરફેણમાં કુલ 164 મત પડ્યા હતા, જ્યારે વિરૂદ્ધમાં 99 મત પડ્યા. આવી સ્થિતિમાં ધારાસભ્યોના સમર્થનથી નવી સરકાર બની હોવાનું સાબિત થયું હતું.