છેલ્લા બે દિવસથી સતત વરસાદને પગલે મધુબન ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. મધુબન ડેમના ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ પડવાથી ડેમમાં નવા નીરનું પુષ્કળ માત્રામાં આગમન થયું છે. વલસાડ વહીવટી તંત્ર દ્વારા ડેમમાંથી આજે 9 વાગ્યા બાદ દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી નદી કિનારાના દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.