સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા છે. જેમાં ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાયું છે. તેમજ નર્મદા નદીમાં 3.94 લાખ ક્યુકેસ પાણી છોડાયુ છે. તથા ઉપરવાસમાં ભારે
વરસાદને લઈ ડેમમાં પાણીની આવક થઇ છે. તેમજ ડેમમાં 4.44 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. અને નર્મદા ડેમની જળ સપાટી 135.98 મીટરે પહોંચી છે.
ડેમમાં 4.44 લાખ ક્યુસેક પાણીની આવક
ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ફરી ખોલી પાણી છોડાઇ રહ્યું છે. જેમાં મધ્યપ્રદેશમાં ફરી વરસાદ પડતાં ઈન્દિરા સાગર ડેમમાંથી 3.91, ઓમ કારેશ્વર ડેમમાંથી
3.86 લાખ ક્યુસેક પાણી છોડાતા ડેમ પર પાણીની આવક 4.44 લાખ ક્યુસેક થઈ છે. તેમજ નર્મદા ડેમની સપાટી 135.98 મીટર પહોંચી છે. હાલ 23 દરવાજા 2.15 મીટર ખોલી 3,50,000
ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
નર્મદા ડેમની જળ સપાટી 135.98 મીટરે પહોંચી
તેમજ રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 44,000 ક્યુસેક પાણી નદીમાં છોડાતા નર્મદા નદીમાં કુલ 3,94 લાખ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. જેમાં આસપાસના ગામોને
એલર્ટ આપવામાં આવ્યું છે. તથા સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તથા લોકોને પાણી જોવા ડેમની આસપાસ ન જવા સુચના આપવામાં આવી છે.