ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લઘુમતી સમુદાયને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈને ભાજપ બેડામાં રોષનો માહોલ સર્જાયો હતો. જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે પ્રતીક્રીયા આપી હતી.