સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જેમાં નર્મદા ડેમની સપાટી 135.29 મીટરે પહોંચી છે. તથા 23 દરવાજા 1.90 મીટર સુધી ખોલીને 3,00,000 ક્યુસેક પાણી
નદીમાં છોડાયુ છે. તેમજ રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયુ છે. તથા વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા નદી
કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.
નદીકાંઠે કે નદીમાં માછીમારો જાય નહી તેવી સૂચના
ઉલ્લેકનીય છે કે ડભોઇ, શિનોર અને કરજણના તંત્રને એલર્ટ કરાયા છે. તેમજ નદીકાંઠે કે નદીમાં માછીમારો જાય નહી તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ એન.ડી.આર.એફની એક
ટીમ ઉપલબ્ધ છે. તથા ડભોઇના નંદેરીઆ ગામના 9 લોકોને ગામમાજ સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. મધ્યપ્રદેશમાં ભોપાલ, નર્મદા પુરમ, જબલપુર, ગુના, શીવપુરી, સાગર જિલ્લાઓમા
સતત વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે છે. તેથી મધ્યપ્રદેશના ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવક 3,33,056 ક્યુસેક નોંધાઈ છે. તથા ઉપરવાસના
ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધતા સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
મધ્યપ્રદેશના ડેમમાંથી પાણી છોડાતા આવક વધી
રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. તથા નદીમાં કુલ જાવક ( દરવાજા + પાવરહાઉસ) 3,95,000 ક્યુસેક રહેશે.
તેમજ નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.