જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ કેન્દ્રિય જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનાં મંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાદશાહ અકબરથી ભાગેલા સુબા મુઝફ્ફે પરિવાર સાથે આશરો આપ્યા બાદ જામ રજવીની સેનાએ મોગલો સાથે યુધ્ધ કર્યું હતું. જે શ્રાવણ વદ સાતમના ઈ.સ. 1591 ના રોજ પુરું થયું હતું.