અમદાવાદમાં પવન સાથે ભારે વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ છે. તેમજ અમદાવાદ ગ્રામ્યમાં ભારે પવન સાથે વરસાદ શરૂ છે. જેમાં ઓગણજ, લપકામણ,
ખાત્રજમાં વરસાદ પડી રહ્યો છે. તેથી વરસાદના કારણે વાહન ચાલકો પરેશાન છે.
ઓગણજ, લપકામણ, ખાત્રજમાં વરસાદ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ રિવરફ્રન્ટનો વોક વે મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. કારણ કે સાબરમતી નદીમાં 78,154 ક્યુસેક પાણી છોડાયું છે. જેમાં ધરોઈ ડેમમાંથી વરસાદી
પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. તથા ડેમનો એક દરવાજો 6 ફૂટ અને એક દરવાજો 3 ફૂટ ખોલાયો છે. તેમજ ધરોઈ ડેમના અન્ય ચાર દરવાજા 8 ફૂટ ખોલાયા છે. અમદાવાદના ગ્રામ્ય
વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.