સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં નર્મદા ડેમની સપાટી 135.91 મીટરે પહોંચી છે. તેમજ ઉપરવાસમાંથી 8.66 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. તથા
ડેમમાંથી 5,62,582 ક્યુસેક પાણીની નદીમાં જાવક થઇ છે.
ઉલ્લેખનીય છે કે ડેમના 23 દરવાજા 3 મીટર ખુલ્લા છે. જેમાં નદીમાં કુલ જાવક 562582 ક્યુસેક છે. તથા ઉપરવાસમાંથી પાણી આવક વધતા સપાટીમાં વધારો થયો છે. તેમજ સાંજ
સુધી ભરૂચ નર્મદા નદી સપાટી 28 ફૂટે પહોંચી શકે છે. તથા નર્મદા નદી કાંઠા વિસ્તાર નર્મદા, વડોદરા, ભરૂચ કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે.