ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં 1 લાખ 62 હજાર કયુસેક નવા નીરની આવક થઈ છે. જેથી ડેમની જળ સપાટી વધીને ફરીથી 135.93 મીટર સુધી પહોંચી છે. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર સુધી ખુલ્લા છે જેથી ડેમમાંથી 1 લાખ 61 હજાર ક્યુસેક પાણીની કુલ જાવક થઇ રહી છે.