મહિસાગરના કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક થઇ છે. જેમાં કડણા ડેમમાં 1.35 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. તેમજ ભાદર ડેમમાં 2 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે.
તથા મહિસાગર અને ભાદર નદી બે કાંઠે થઇ છે. તેમજ મહિસાગર નદી પર આવેલ વણાક બોરી ડેમ પણ ઓવરફ્લો થયો છે. તથા મહિસાગર, પંચમહાલના 128 ગામો એલર્ટ પર છે.