ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થઈ ચૂક્યા છે. એક તરફ ભાજપે બુથ લેવલે વિવિધ કાર્યક્રમો યોજીને પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસે પણ રાહુલ ગાંધીની રેલીનું એલાન કરી દીધુ છે. આ સિવાય કોંગ્રેસ ભારત જોડો યાત્રા અને પરિવર્તન સંકલ્પ પદયાત્રાના નામે મતદારોની વચ્ચે જવાનો કાર્યક્રમ બનાવ્યો છે.