સરદાર સરોવર ડેમની સપાટી ઐતિહાસિક સપાટીએ : ગુજરાતમાં વરસાદની આગાહી

Sandesh 2022-09-15

Views 28

દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાં છેલ્લા કેટલાય સમયથી થઇ રહેલ ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઇ રહી છે. પાણીની આવકને પગલે હાલ સરદાર સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો પોતાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી હાલ 138 મીટર સુધી પહોંચી ગઈ છે. હવામાન વિભાગે ગુરુવારે દિવસ દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ગુરુવાર અને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાત્રીના સમયે પણ સુરત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે સવારે 9 વાગ્યે પણ કાળાદિબાંગ વાદળો છવાયેલા રહેતા અંધારું છવાયેલું જોવા મળ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS