આણંદ ખાતે આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના નવા કાર્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ
સી.આર.પાટીલ દ્વારા પેજ સમિતિ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું હતુ. જેમાં તેઓએ નામ લીધા વગર જ આમ આદમી પાર્ટીના કાર્યાલયને નિશાન બનાવી અને જણાવ્યું
કે અન્ય પાર્ટીના કાર્યાલય એટલા માટે જ નિર્માણ નથી થતા કારણ કે એમની પાર્ટીના કાર્યકર્તાઓના ખિસ્સામાં પૈસા જાય છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, "અન્ય કોઈ પાર્ટીની આપણે વાત નથી કરવી પણ તે એટલા માટે જ કાર્યાલય નિર્માણ નથી થતા, કારણ કે પૈસા સીધા એમની
પાર્ટીના કાર્યકર્તાઓના ખીસામાં જાય છે. અહીં તો બેન્ક એકાઉન્ટમાં જાય છે, બાંધકામ થાય છે. આણંદ આવેલા સી.આર. પાટીલ ચૂંટણી સમયે ટિકિટ માગવા ટોળામાં ન આવવા કાર્યકરોને
કડક સુચના આપી હતી. બીજી તરફ કોઈપણ કાર્યકરને ટિકિટ આપે તેને જીતાડવા કામે લાગી જવા આદેશ આપ્યો હતો.