હાલ મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ ગુપ્તા ગુજરાતની મુલાકાતે છે. ચૂંટણી પંચની ટીમે રાજ્યના પોલીસ વડા સાથે પણ બેઠક કરી હતી. દરમિયાન તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં વિધાનસભાની મુદ્દત 12 ફેબ્રુઆરી 2023માં સમાપ્ત થઈ રહી છે. રાજ્યમાં 182 વિધાનસભા વિસ્તારોમાંથી ચૂંટણી યોજવાની અમારી વ્યૂહરચના છે. આ 182 બેઠકોમાં 17 SC અને 30 ST/SCનો પણ સમાવેશ થાય છે.