સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેન્કિંગ 1 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઈન્દોરને છઠ્ઠી વખત પ્રથમ સ્થાન મળ્યું છે. બીજી તરફ મોટા રાજ્યોમાં મધ્યપ્રદેશને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. નાના રાજ્યોમાં ત્રિપુરા પ્રથમ ક્રમે છે. તમામ વિજેતાઓને અભિનંદન આપતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમગ્ર દેશમાં ઈન્દોર મોડલને લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્વારા વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.