રેલવે કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ, અપાશે ધરખમ બોનસ

Sandesh 2022-10-02

Views 149

ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ તહેવારોની સિઝનમાં દિવાળી પહેલા મોદી સરકારે લાખો રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે રેલવે કર્મચારીઓને 78 દિવસ જેટલું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આ બોનસ દશેરા પહેલા જ કર્મચારીઓને મળી જશે. રેલવે દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારના આ નિર્ણય બાદ લગભગ 11.27 લાખ કર્મચારીઓને તેનો સીધો ફાયદો થશે. આ બોનસ દશેરાથી દિવાળી વચ્ચે કર્મચારીઓને આપવામાં આવશે. આ બોનસ તમામ નોન ગેજેટ રેલ્વે કર્મચારીઓને મળશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS