ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં દિવાળીની ઉજવણીના ભાગરૂપે રવિવારે અહીં ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં કુલ 18 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે. સમારોહ દરમિયાન આતશબાજી, લેસર શો અને રામલીલાનું પણ આયોજન કરવામાં આવશે.
અયોધ્યામાં આ છઠ્ઠી વખત છે જ્યારે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે ભાગ લેશે.
અયોધ્યા ડિવિઝનના ડિવિઝનલ કમિશનર નવદીપ રિનવાએ જણાવ્યું કે રામ કી પૌડીમાં 22,000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. બાકીના દીવાઓ થોડા થોડા અંતર પર બીજા સ્થળોએ પ્રગટાવવામાં આવશે.