મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મોટો અકસ્માત થયો છે. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન અનેક મુસાફરો પુલ પરથી નીચે પડી ગયા હતા. મળતી માહિતી મુજબ પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી. મતલબ કે લોકો 60 ફૂટની ઊંચાઈએથી ટ્રેક પર નીચે પડી ગયા છે.