રાજકોટની હોટેલ ગેલેરિયોની લિફ્ટમાં કેટલાંક લોકો અડધી રાત્રે ફસાઇ ગયા હતા. ગઇકાલે લગભગ રાત્રે 1 વાગ્યાથી અંદાજે પોણા બે કલાક સુધી લોકો લિફ્ટમાં ફસાતા હોબાળો થઇ ગયો હતો. એક નાના બાળક સહિત 6 લોકો રાત્રિના પોણા બે કલાક સુધી લિફ્ટમાં ફસાતા તેમના જીવ પડીકે બંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટના મવડી બ્રિજ પાસે આવેલી હોટેલમાં આ ઘટના બની હતી. રાજકોટમાં હોટેલ સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. કારણ કે ફસાયેલા લોકોએ અનેકવાર ફોન કર્યા બાદ તેમનું રેસ્ક્યું થયું હતું. ફસાયેલા લોકોએ સોશિયલ મીડિયામાં લાઇવ કર્યું હતું તેનો વીડિયો વાયરલ થયો છે.