મોરબીમાં પુલ ધડામ થતાં કરૂણાંતિક: રાષ્ટ્રપતિથી લઇ રાહુલ ગાંધીએ દુ:ખ વ્યકત કર્યું

Sandesh 2022-10-30

Views 1.1K

મોરબીમાં રવિવારે મોટો અકસ્માત સર્જાયો છે. અકલ્પનીય ઘટના સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પુલ પર આશરે 500 લોકો હતા. હાલમાં લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોતની માહિતી સામે આવી છે. તો કેટલાંય લોકો ડૂબ્યાની માહિતી છે. હાલ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે. આ ઘટનાથી સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના કેટલાંય નેતાઓએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યકત કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓને દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિઓને દરેક શકય મદદ અને ગુમ લોકોને શોધવામાં મદદ કરવા માટે કહ્યું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS