ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકાએ છાસવારે વાહનચાલકો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ સર્જાતી રહેતી હોય છે દરમિયાન રાપર જુનાગઢ એસટી રુટના ડ્રાઇવરને સાઈડ ન આપવા બાબતે ટોલનાકા પેટ્રોલિંગ બોલેરો ઝીપ ના ત્રણ કર્મચારીઓએ લાફાવાડી કરી મારમારી બસમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા પાસે રાપર જુનાગઢ રૂટ ની બસ નંબર GJ18Z 1359 લઈને ડ્રાઇવર કાળુજી વાઘોજી ઠાકોર ઉંમર વર્ષ 36 રહે. ચાણસ્મા પાટણ વાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે ભરૂડી ટોલનાકાની પેટ્રોલિંગની બોલેરો જીપ RJ01 UB 2909 લઈને પાછળ આવી રહેલા અશ્વિન પરબતભાઈ જાદવ રહે ખોભલી તાલુકો વંથલી, મલાઈ સૂર્યકાંત મિશ્રા પંડિત રહે મૂળ ઓરિસ્સા હાલ ભરોડી ટોલનાકા તેમજ ગુરુદેવસિંહ દરબાર મૂળ પંજાબ હાલ ભરૂડી ટોલનાકા વાળાઓને સાઈડ ન આપતા રોસે ભરાયા હતા અને ભરૂડી ટોલનાકે બસ ઉભી રહેતા ત્યાં ડ્રાઇવર કાળોજી સાથે બોલાચાલી કરી લાફાઓ તેમજ મૂઢમાર મારી બસનો કાચ તોડી નાખી નુકશાન પહોચાડતા તે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ipc કલમ 332 427 186 તેમજ 114 મુજબ ગુનો નોંધી તપાસ પીએસઆઇ મહિપાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ અજયભાઈ ખાતાના તેમજ મુકેશભાઇ મકવાણાએ હાથ ધરી હતી.