મધ્યપ્રદેશના રીવામાં પ્રેમિકાએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની વાત કરી. જે બાદ પ્રેમી એટલો ગુસ્સે થયો કે તેણે પ્રેમિકાને રસ્તાની વચ્ચે જ લાતો અને મુક્કાઓ વડે માર માર્યો. આ લડાઈનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલ મધ્યપ્રદેશ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.