સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ને સરકારી નોકરીઓમાં આપવામાં આવતી અનામતને મંજૂરી આપી દીધી છે. આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામત યથાવત રહેશે. ચીફ જસ્ટિસ યુયુ લલિતની 5 સભ્યોની બેન્ચમાંથી ત્રણ જજોએ અનામતની તરફેણમાં 4-1 ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે EWS ક્વોટા વિરુદ્ધ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. બાકીના ચાર ન્યાયાધીશોએ બંધારણના 103મા સુધારાને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સુધારો બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ નથી. ઉલ્લેખનીય છે કે EWS ક્વોટામાં જનરલ કેટેગરીને આર્થિક આધાર પર 10 ટકા અનામત મળે છે. આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અનામત પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આજે ચીફ જસ્ટિસનો છેલ્લો કાર્યકારી દિવસ પણ છે.