ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં તબક્કાના મતદાનને આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે, આવી સ્થિતિમાં રાજકીય પક્ષો ઝંઝાવતી રેલીઓ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની સેનાને મેદાનમાં ઉતારી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે રાજ્યમાં એક પછી એક રેલીને સંબોધતા જોવા મળે છે. PM આજે 24મી નવેમ્બરે ચાર મોટી રેલીઓને સંબોધિત કરશે.
વડાપ્રધાનની આજની રેલી પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં યોજાશે. PMની પહેલી રેલી પાલનપુરમાં સવારે 11 વાગ્યે યોજાશે, ત્યારબાદ તેઓ બપોરે 1 વાગ્યે દહેગામમાં રેલીને સંબોધિત કરતા જોવા મળશે અને ત્યારબાદ તેઓ પાલનપુર અને બાવળામાં રેલી કરશે.