અમદાવાદની વિધાનસભા બેઠકો માટે આગામી ટુંક સમયમાં જ મતદાન યોજાવા જઇ રહ્યુ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મયોગીઓ માટે મતદાનની તારીખ પુર્વે જ મતદાનનું આયોજન કરવામાં આવ્યુ છે. આજથી 2 દિવસ આ કર્મયોગીઓ બેલેટથી મતદાન કરી શકશે. આ માટે જે તે વિધાનસભા વિસ્તારમાં મતદાન માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 25,000 પોલિંગ કર્મચારીઓને ફરજ સોંપાઇ છે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને શિક્ષકો પણ ફરજમાં જોડાયા છે.