આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ વખતે પણ મતદાનનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. આ સમયે 26409 મતદાન મથકો પર મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહીં તેવી સૂચના આપવામાં આવી છે. આવતીકાલે બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે અને આ સમયે મતદાન જાગૃતિ માટે પોસ્ટર્સ પણ લગાવાયા છે. આ સિવાય વડોદરાના ભાયલીમાં લગ્ન પ્રસંગમાં ભાગ લીધા બાદ 200 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.